ચાલતી પટ્ટી

" આગામી સમુહ લગ્નોત્સવ તારીખ ૧૬-૨-૨૦૨૦ ને રવીવાર (મહા વદ આઠમ)ના રોજ હનુમાંજી મંદીર લાંભવેલ ખાતે યોજાશે... .""

30 Nov 2015

પ્રજાપતિ સમાજ - શિક્ષણ-જાગ્રુતિ-સંગઠન



              પ્રજાપતિ સમાજ - શિક્ષણ-જાગ્રુતિ-સંગઠન
 ખરૂં સંગઠન શું ?
          .સંગઠનને એક શબ્દ રૂપે નિહાળતા અનેક વ્યકતિઓનું એક સાથે ભેગા થવુ ”  એવો અર્થ સૌ કોઈને પ્રથમ આવે. આવા વિચારમાં માનવીઓનાં સંગઠનમાં અનેક માનવી દેહોને નિહાળી શકાય. તો શું સંગઠન એટલે ફક્ત દેહોનું મિલન ? પ્રજાપતિ જ્ઞાતિજનોને એક સાથે સમુહમિલને સંગઠન રૂપે ભેગા કરવા એ તો આપણા મંડળનું પ્રથમ પગલું છે. પરંતુ એ મિલન પહેલાં વ્યકતિગત રીતે દરેક પ્રજાપતિના હ્રદયમાં પ્રજાપતિ ગૌરવછલકાવું જોઈએ. આપણા સમાજના ઘણા યુવાનો ઘણીવાર પોતાને પ્રજાપતિ તરીકે ઓળખ આપતા પણ અચકાય છે. જેઓ જીવનમાં પ્રગતિ કરી સમ્રુધ્ધ બને છે તેઓ આપણા સમાજથી  અને સમાજની પ્રવ્રુત્તિઓથી ધીમે ધીમે દૂર થતાં જાય છે. પરંતુ જો તેમના હૈયે પ્રજાપતિ ગૌરવના બીજ ખીલ્યા હોય તો આવું ન જ બને. અને એ માટે જ દરેક જ્ઞાતિજને પોતે પોતાનામાં તથા પોતાના બાળકોમાં પ્રજાપતિ ગૌરવની ભાવના વિકસે એવા પ્રયત્નો કરવા એ જ  સંગઠન પહેલાંનુ આપણું પ્રથમ કાર્ય બને છે. પ્રજાપતિ ગૌરવની ભાવના લઈને જ્યારે જ્ઞાતિ મેળાવડાઓ કે સંમેલનો થશે ત્યારે જ જ્ઞાતિજનોમાં આત્મીયતા વધશે પ્રેમભાવ જાગ્રુત થશે જ્ઞાતિ એકતા મજબૂત થશે . પરંતુ , આવા સમુહમિલન દ્વારા પણ શું પ્રજાપતિ સમાજની ગરીબી-અંધકાર-અજ્ઞાન દુર થઈ શકે ? જો જ્ઞાતિ ગૌરવ હૈયે વસ્યુ હોય તો જ બીજાના દુ:ખનો અનુભવ કરી એનો ઉપાય કરવાની ઈચ્છા આપણા દિલમાં જરૂર જાગ્રુત થશે અને એજ ખરી જાગ્રુતિ !
            પ્રજાપતિ જ્ઞાતિમાં હજી આર્થીક સમ્રુધ્ધી તળીએ કેમ છે ? કેવી રીતે તેને ઉપર લાવી શકાય ? આવા પ્રશ્નો આપણી સમક્ષ મુખ્ય છે. અન્ય સમાજ તરફ નજર કરતાં ઉચ્ચશિક્ષણનું પ્રમાણ ઘણું વધુ જણાય છે. શિક્ષણ એ સમાજના પરિવર્તનમાં અગત્યનો ફાળો આપે છે. મારા અંગત મત પ્રમાણે પણ શિક્ષણનો વ્યાપ વધે એ જરૂરી જ નહી પણ અનિવાર્ય છે. આર્થિક રીતે પછાત કુટુંબો ઉચ્ચ શિક્ષાણ માટે પૈસા ક્યાંથી કાઢી શકે ? અહીં પ્રજાપતિ સમાજ માટે  આવા કુટુંબોના બાળકોની શૈક્ષણિક જવાબદારી પૂરી કરવાની એક  મોટી જવાબદારી પણ ઉભી થાય છે. કેવી રીતે આપણે આપણા સમાજના આવા કુટુંબો માટે શિક્ષણ-સહાય રૂપી  મદદ શક્ય કરાવવી ? આ એક વિચાર કરવા જેવી બાબત છે.
            આપણા મંડળે સંગઠન અને જાગ્રુતિ સાથે શિક્ષણ પર ભાર મુક્યો છે . બાળકે જો ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હોય તો આર્થિક રીતે સધ્ધર બનવાનો માર્ગ પણ મળે ઉપરાંત જ્ઞાનરૂપી ગંગાનો લાભ સમાજના કે વિશ્વના અંધકારોને દૂર કરવામાં પણ પ્રેરણારૂપ બને અને સમાજના કુરિવાજો વિષે સભાનતા આવે. ઉચ્ચ શિક્ષણ અને હૈયે પ્રજાપતિ ગૌરવહોય તો અન્ય માટે સેવાભાવના, મદદરૂપ થઈ મદદરૂપી હાથ લંબાવવાની ભાવના દ્વારા અન્યોમાં પણ સેવાભાવના વિકસાવે અને એણે જોયેલ ગરીબાઈના પ્રસંગો પણ વિસરી ન શકે.
            શરૂઆતમાં શિક્ષણ-જાગ્રુતિ-સંગઠન શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો તો સંગઠન ખરેખર શું છે ?  જવાબ છે : પ્રજાપતિ ગૌરવભરી જાગ્રુતિ અને શિક્ષણરૂપી જ્ઞાનગંગા સહિત એકતા-પ્રેમભાવનાના ઝરણે પ્રજાપતિ જ્ઞાતિજનોનું સમૂહમિલન એજ ખરૂ પ્રજાપતિ સંગઠન !

            અહી “સંગઠન એટલે શું ?  એ પ્રશ્નોનો જવાબ તો મળી ગયો પણ  શું આપણને સૌ ને મનમાં શાંતિ નો અનુભવ થયો ? ના-ના અને ના આપણો સમાજ એવા પદ પર હજુ નથી. આર્થીક બિનસધ્ધરતા કે અજ્ઞાનતાને લીધે થતા કુરિવાજો અટકાવવાના પ્રયાસો સમાજમાં શિક્ષણ સહાય વધારવાના પગલાઓ આવી  ઘણી બાબતો એ આપણે સૌ એ સંગઠિત બની કંઈક કરવું એ સૌની આગવી ફરજ બની જાય છે. પ્રજાપતિ જનો, ઉઠો, જાગો અને એકતા-પ્રેમના સુત્રે પ્રજાપતિ સમાજ બનાવો ! સેવાભાવી યુવાપ્રજાપતિ સેવકોની સમાજને આજે તાતી જરૂરીયાત છે.! આગળ આવો..